Israel Iran War ઇઝરાયલના ઈરાન પર હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો
Israel Iran War ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તાજેતરમાં જે યુદ્ધ થયો તેમાં ઇઝરાયલના લશ્કરી હુમલાનો એક ભયાનક CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો ધ્રુજાવનારો છે કે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ વિચલિત થઈ શકે. ઓપરેશન “રાઈઝિંગ લાયન” અંતર્ગત ઇઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાનમાં ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટથી કાર હવામાં ઉડી, ઈમારતો જમીનદોસ્ત
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે મિસાઇલના વિસ્ફોટથીસરકારી ઈમારત ધરાશાયી થઈ ગઈ, પણ નજીકમાં પાર્ક કરેલી કાર પણ હવામાં ઉડી ગઈ. હુમલાના સમયે એ દ્રશ્ય જોવા મળ્યું જે સામાન્ય રીતે ફક્ત હોલીવૂડની એક્શન ફિલ્મોમાં જોવા મળે છે. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે આજુબાજુના વિસ્તારમાં ધૂળ અને ધુમાડાનું વમળ છવાઈ ગયો હતો.
લક્ષ્ય તેહરાનનો મહત્વનો લશ્કરી વિસ્તાર
ઇઝરાયલના આ હુમલાનું મુખ્ય લક્ષ્ય તેહરાનના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લા 1ની એક સંવેદનશીલ સરકારી ઈમારત હતી. રિપોર્ટ મુજબ, ઇઝરાયલે અહીં પરમાણુ સંશોધન અને લશ્કરી સ્ટોરેજ સાથે સંકળાયેલા સંસ્થાનો નિશાન બનાવ્યું. આ હુમલામાં બે મિસાઇલનો ઉપયોગ થયો હતો જેમાં એક નિશાન પર લાગી અને બીજી નજીકના ટ્રાફિક સર્કલમાં વિસ્ફોટ સાથે પડી, અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું.
CCTV footage has now been released showing a series of airstrikes carried out by the Israeli Air Force against a government building in the Iranian capital of Tehran during the closing days of Operation “Rising Lion”, which are now under investigation by the Israel Defense… pic.twitter.com/upm9RRoQMQ
— OSINTdefender (@sentdefender) July 3, 2025
935 ઈરાની નાગરિકોના મોતનો દાવો
આ યુદ્ધ દરમ્યાન, ઇઝરાયલ દ્વારા ઈરાનમાં કરવામાં આવેલા વિવિધ હવાઈ હુમલાઓમાં ટોચના લશ્કરી કમાન્ડરો, જનરલો અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત 935 ઈરાની નાગરિકોના મૃત્યુ થયાના દાવાઓ કરવામાં આવ્યા છે. સેંકડો ઈમારતો નાશ પામી છે. ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને પરમાણુ થાણાઓને પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. જવાબી પગલાંરૂપે ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા.
આ હુમલો ફરી સાબિત કરે છે કે મધ્ય પૂર્વની સ્થિતિ કેટલી અસ્થીર અને વિસ્ફોટક બની ગઈ છે. વિશ્વ સમુદાય માટે હવે અગત્યનો પ્રશ્ન એ છે કે આવનારા સમયમાં શું આ ટકરાવ વધુ ઊંડો જશે કે રાજનૈતિક સમાધાન તરફ વળશે?