Big Bachat Dhamaal Sale: 10,000 રૂપિયામાં મેળવો મોટોરોલાનો 8GB રેમ વાળો લેટેસ્ટ ફોન
Big Bachat Dhamaal Sale: ફ્લિપકાર્ટ પર હાલમાં બિગ બચત ધમાલ સેલ ચાલી રહ્યો છે અને આ સેલમાં મોટોરોલા 5G ફોન પર એક શાનદાર ઓફર ઉપલબ્ધ છે. તમે મોટોરોલાનો મોટોરોલા G45 ફોન 10,000 રૂપિયામાં ખરીદી શકો છો.
Big Bachat Dhamaal Sale: ફ્લિપકાર્ટ પર નવી સેલ ચાલી રહી છે, જે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ચાલશે. આ દરમ્યાન તમે Motorola G45 5G સ્માર્ટફોન 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે 10,000 રૂપિયાથી ઓછા ભાવમાં ખરીદી શકો છો.
આ સ્માર્ટફોન ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયો હતો અને તેમાં 50MP કેમેરા અને 5000mAh બેટરી જેવા ઉત્તમ ફીચર્સ છે. આ સેલ દરમિયાન તેને ખૂબ જ ઓછા ભાવમાં રજૂ કરવામાં આવી રહ્યું છે.
Motorola G45 પર વિશેષ છૂટ
ફ્લિપકાર્ટની “બિગ બચત ધમાલ” સેલમાં Motorola G45 5G ને ₹11,999માં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ શાનદાર ડીલ ઉપરાંત, ખરીદનારને 5% કેશબેક ઓફર અને ₹11,450 સુધીના એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળી શકે છે.
આ સ્માર્ટફોનની લોન્ચ કિંમત ₹12,999 હતી. જો તમારા જૂના સ્માર્ટફોનની એક્સચેન્જ વેલ્યુ ₹3,000 મળે તો તમે આ ફોન ₹9,999 માં મેળવી શકો છો. જો કે, એક્સચેન્જ વેલ્યુ તમારા જૂના ફોનની સ્થિતિ પર આધાર રાખશે.
Motorola G45 સ્પેસિફિકેશન્સ
ફીચર્સની વાત કરીએ તો Motorola G45 5G ચાર સ્ટાઇલિશ રંગોમાં ઉપલબ્ધ છે: બ્લૂ, ગ્રીન, પિંક લવેન્ડર, અને વિવા માજેન્ટા.
આમાં 6.5 ઈંચનો HD+ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને Corning Gorilla Glass 3 દ્વારા સુરક્ષિત છે.
આ ફોન Qualcomm Snapdragon 6s Gen 3 પ્રોસેસર પર ચાલે છે, જેમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ છે.
આ 5G ડિવાઇસ જરૂરી કનેક્ટિવિટી વિકલ્પો સાથે આવે છે, જેમ કે ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, ડ્યુઅલ SIM સપોર્ટ, 13થી વધુ 5G બેન્ડ્સ અને બ્લૂટૂથ.
તેમાં 5000mAh ની મજબૂત બેટરી છે અને 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, જે આખા દિવસનો ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
કેમેરા સેટઅપમાં 50MP નો મેન કેમેરા અને 2MP નો સેકન્ડરી કેમેરા છે. સાથે જ 16MP નો સેલ્ફી કેમેરો પણ છે, જે વિડિયો કોલ્સ માટે યોગ્ય છે.
આ ફોન Hello UI પર ચાલે છે, જે Android 14 પર આધારિત છે.