Russia પુતિનનો વ્યૂહાત્મક પાસો: અમેરિકા અને પાકિસ્તાન સામે મોટો મેસેજ
Russia 2025ના જુલાઈમાં રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને સત્તાવાર માન્યતા આપીને વૈશ્વિક રાજકારણમાં મોટો ચરચારો જગાવ્યો છે. આ નિર્ણયથી રશિયા તાલિબાન શાસનને માન્યતા આપનાર વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. કાબુલમાં તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી અને રશિયાના રાજદૂત દિમિત્રી ઝિર્નોવ વચ્ચે થયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી.
મુત્તાકીએ ટ્વિટ કરી હતી કે રશિયાનો આ “બોલ્ડ સ્ટેપ” હવે અન્ય દેશોને પણ પ્રેરણા આપશે. રશિયાની આ દિશામાં પહેલ દુર્લભ છે કારણ કે ચીન, પાકિસ્તાન અને અન્ય દેશો અફઘાનિસ્તાનમાં રાવટો ધરાવે છે પરંતુ હજુ સુધી સરકારને માન્યતા આપી નથી.
પાકિસ્તાન માટે મોટો ઝટકો
આ નિર્ણય પાકિસ્તાન માટે મોટો આંચકો છે. લાંબા સમયથી તાલિબાનનો સમર્થક હોવા છતાં, પાકિસ્તાન હજુ સુધી તેમને માન્યતા આપી શક્યું નથી. બીજી તરફ, રશિયાની માન્યતા સાથે તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો રાજકીય આધાર મેળવશે અને અન્ય દેશો સાથે સીધા સંબંધો બાંધશે – જેને કારણે પાકિસ્તાનનો પ્રાદેશિક દબદબો ઘટી શકે છે.
ભારત માટે નવી તકો
ભારત અને રશિયા વચ્ચેના પરંપરાગત મજબૂત સંબંધોને લીધે, આ નિર્ણય ભારત માટે લાભદાયી બની શકે છે. 2021થી ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધો ધીરે ધીરે સુધરી રહ્યા છે. ભારત અફઘાનિસ્તાનમાં ઢાંચાગત વિકાસના ક્ષેત્રમાં ફરીથી પ્રવેશ મેળવી શકે છે. તાલિબાન માટે ભારત સાથે સહકાર હવે વધુ સરળ બની શકે છે.
પુતિનનું ખેલ: અમેરિકા સામે જવો પગલાં
રશિયાનું આ પગલું માત્ર દક્ષિણ એશિયામાં નહીં પણ વૈશ્વિક સ્તરે પણ અસરકારક બની શકે છે. આ સાથે પશ્વિમ દેશોની તાલિબાનને અલગ રાખવાની નીતિને પડકાર આપવામાં આવ્યો છે. પુતિનનું આ વ્યૂહાત્મક પગલું અમેરિકા અને નાટોની નીતિઓ સામે એક ચિંતાજનક સંકેત છે.