મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કુલી નંબર 1 ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. આ દરમિયાન વરૂણ ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શર્ટ ઉતારીને નાચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વરુણે પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વરૂણનો આ વીડિયો જબરદસ્ત છે, તેથી આ વીડિયોને તેના ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
રવિવારે વરુણે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રવિવારે તેના જીમ ટ્રેનર પ્રશાંતનો જન્મદિવસ હતો અને આ પ્રસંગે વરુણે અલતાફ રાજાના હિટ ગીત ‘તુમ તો ઠેહરે પરદેસી’ પર પ્રશાંત સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.