આજનો જમાનો ડિજિટલ થઈ ચુક્યો છે તો ભાઈ આ ડિજિટલ યુગમાં ઘડિયાળ શા માટે પાછળ રહે. લોકોએ ઘડિયાળોને પણ ડિજિટલ બનાવી દીધા જેથી ટિક-ટિક ઓછી સંભળાય છે. આજના સમયમાં લોકો પોતાની જુની ઘડીયાળનો સાથ છોડી દે છે. કેટલીક ઘડિયાળો કચરામાં જાય છે તો કેટલાંક લોકો તેને આર્ટના કામમાં વાપરે છે.
એક એવો જ માણસ છે જે ટુટેલી-ફુટેલી ઘડિયાળોમાં પોતાની કલાકારીથી જીવ નાખી દે છે. તે ઘડિયાળોમાં એવી એવી વસ્તુઓ બનાવે છે કે તેને તમે પોતાના ઘરે સજાવવા જરૂર ઈચ્છશો. આ માણસનું નામ છે Dan Tanenbaum છે. આ સોશિયલ મીડિયા પર તેમની કલાકારીને ખુબ જ વખાણવામાં આવે છે. ચાલો જોઈએ તેમની કેટલીંક પ્રખ્યાત કલાકૃતિઓ…