How to Check Fertilizer is Real or Fake: ખાતરની ખોટી ખરીદીથી બચવા માટે જાણી લો સચોટ ઓળખની રીત
How to Check Fertilizer is Real or Fake: હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારી રીતે વરસાદ પડ્યો છે અને ખેડૂત મિત્રો ખરીફ પાકોની વાવણીમાં વ્યસ્ત છે. આવા સમયમાં ખાતરની માંગમાં વધારો થયો છે. પરંતુ, બજારમાં નકલી ખાતરો પણ વેચાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નાણાકીય નુકસાન સહન કરવું પડે છે. આવા ખોટા ઉત્પાદનોને ઓળખી શકાય એવી સરળ રીતો છે ..
DAP ખાતર સાચું કે ખોટું? જાણો આ સરળ પરીક્ષણોથી
થોડાક DAPના દાણા લઈ તેમાં તમાકુનો ચૂનો નાંખી ઘસો. જો તીવ્ર ગંધ આવે તો તે DAP અસલી છે.
દાણાને ગરમ કરતા ફૂલે તો પણ તે સાચું છે.
અસલી DAPના દાણા ભૂરા-કાળા અને બદામી રંગના હોય છે અને નખથી તૂટતા નથી.
યુરિયાની ઓળખ એકદમ સરળ છે
અસલી યુરિયાના દાણા સફેદ, ચમકદાર અને એકસમાન હોય છે.
પાણીમાં ઓગળે છે અને હાથમાં ઠંડક લાગે છે.
તવા પર ગરમ કરવાથી ઓગળી જાય અને કોઈ અવશેષ ન રહે તો તે યુરિયા ખરેખર અસલી છે.
સુપર ફોસ્ફેટ ખોટું છે કે નહીં? આ રીતે જાણી શકો
દાણા કઠણ અને ભૂરો કે બદામી રંગના હોય છે.
ગરમ કરતા ન ફૂલે તો સમજી લેવું કે ખાતર સાચું નથી.
સુપર ફોસ્ફેટમાં મોટા પાયે ડીએપી અને એનપીકેની મિલાવટ થતી હોય છે, તેથી સાવચેતી જરૂરી છે.
પોટાશ ખાતર: અસલી-નકલી વચ્ચે ભેદ
અસલી પોટાશના દાણા મીઠા અને લાલ મરચાની જેમ દેખાય છે.
પાણીમાં ઓગળે ત્યારે લાલ ભાગ ઉપર તરવા લાગે છે.
દાણા પલાળવાથી જો ચોંટી જાય તો ખોટું હોવાની શક્યતા છે.
ઝીંક સલ્ફેટના દાણાની પર્દાફાશ કરવી છે? આવું કરો
અસલી ઝીંક સલ્ફેટ હલકો સફેદ, પીળો અથવા ભૂરો રંગ ધરાવે છે.
દ્રાવણમાં કોષ્ટીક ઉમેરવાથી સફેદ કાદવ જેવો અવશેષ મળે.
જાડા કોષ્ટીક દ્રાવણમાં એ અવશેષ ઓગળી જાય તો ખાતર અસલી છે.
જો અવશેષ ઓગળતું નહીં હોય તો એમાં મેગ્નેશિયમ સલ્ફેટની ભેળસેળ હોય શકે છે.
ખેડૂતોએ પોતાની સમજદારી થી ખાતર ખરીદવું હવે ફરજિયાત છે
How to Check Fertilizer is Real or Fake જેવી માહિતી માત્ર વાંચવા માટે નહીં, પણ ખેતરમાં નકામી વસ્તુથી બચવા માટે ઉપયોગી છે. ખોટા ખાતરથી પાકની ઉપજ ઘટે છે અને જમીન પણ બગડે છે. તમારું નાણાં અને જમીન બંને બચાવવા માટે આ રીતે સાચી ઓળખ કરો અને એ મુજબ ખેતરમાં ઉપયોગ કરો.