ICAI CA scholarship for students: ICAI દ્વારા 400 કરોડનું વિશાળ શિક્ષણ ફંડ
ICAI CA scholarship for students: ભારતના અનેક હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ એવા છે જે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ ફીસ અને અભ્યાસ ખર્ચ તેમને આ સપનાથી દુર રાખે છે. આવા વિદ્યાર્થીઓ માટે ICAI એ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી હવે અભ્યાસ કરવા માટે પૈસા અવરોધ બનશે નહીં.
400 કરોડનું શિક્ષણ સહાય ફંડ
ICAI (The Institute of Chartered Accountants of India) એ પહેલા 100 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું, હવે તેને 400 કરોડ સુધી વધારવાનો નિર્ણાયક પ્લાન ઘડાયો છે. આ ફંડના માધ્યમથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ ખર્ચ, કોચિંગ, અને પુસ્તકો જેવી તમામ વસ્તુઓ માટે સહાય મળશે.
કોઈપણ જાતિ કે ધર્મ માટે ખુલ્લો દરવાજો
ICAIના વેસ્ટર્ન રીજનલ કાઉન્સિલના ચેરમેન કેતન સૈયાએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થી – તેનું જાતિ, ધર્મ કે પૃષ્ઠભૂમિ જે હોય – જો તે હકીકતમાં ભણવા ઇચ્છે છે અને તેની પાસે સાધનો નથી, તો ICAI તેને સહાય કરશે. માટે વિદ્યાર્થીઓએ પોતાના નજીકની ICAI બ્રાન્ચનો સંપર્ક કરવો રહેશે.
યોગ્યતાના માપદંડ પણ નક્કી
જેમના પરિવારમાં આવક ઓછી છે, એક કમાવનાર છે અને પરિવારનો મુખ્ય કમાવનાર ગંભીર બીમારીમાં છે, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે સહાયના સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તપાસ પછી જરૂરિયાતમંદોને સીધી સહાય મળશે.
દરેક જિલ્લામાં કેરિયર કાઉન્સેલિંગ
CAના અભ્યાસ માટે જાગૃતિ લાવવાના હેતુથી ICAI દ્વારા દેશભરના દરેક જિલ્લામાં કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન, પ્રેરણા અને માર્ગ જોઈ શકે.
અભ્યાસ ખર્ચ હવે અવરોધ નહીં
CA બનવા માટે અંદાજે પાંચ વર્ષનો અભ્યાસ જરૂરી છે, જેમાં આશરે એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ICAI એ હવે તે ખર્ચ પણ ઉઠાવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું અનેક વિદ્યાર્થીઓ માટે નવું જીવન સર્જી શકે છે.