હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘુસીને લૂંટ ચલાવતી આંતરરાજ્ય ટોળકીના પાંચ શખ્સોની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓ અમદાવાદ, વડોદરા તથા અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સર્વિસ આપવા જઈને ગ્રાહકની એકલતાનો લાભ લઈને લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
વસ્ત્રાપુરમાં ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે એક રહેવાસીના ઘરમાં ચાર અજાણ્યા શખ્સોએ ઘુસીને તિજોરીમાંથી રોકડ રકમ, ઘડિયાળો અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમણે બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવીને રૃ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આ બનાવ બાદ આરોપીઓ અમદાવાદની રોયલ પેલેસ હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી વધુ માહિતી મેળવીને પોલીસે દિલ્હીના નોઈડા સેક્ટર-૩૫ નજીકના વિસ્તારમાંથી પાંચ આરોપીને ઝડપી લીધા હતા.
જેમાં ઉત્તરપ્રદેશનાઅજય એસ.શર્મા(૨૦),રાજકુમાર એસ.શર્મા(૨૪), વિજય એસ.શર્મા(૨૩),મુકુલ એમ.ગૌર(૨૧)અને જોની એમ.સૈની(૨૪)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ૭ કાંડા ઘડિયાળ, છ મોબાઈલ, પાવર બેન્ક, રૃ.૪૯૮૦ રોકડા, ૫૫ અમેરિકન ડોલર અને ૨૦ નેપાળી ચલણ કબજે કરાયા હતા.
પુછપરછમાં આરોપીઓએ તેઓ છેલ્લા છ મહિનાથી ઓનલાઈન એપ્લીકેશન ગ્રેન્ડર મારફતે ગે પુરૃષ ગ્રાહકોને માંગ્યા મુજબની હોમોસેક્સ્યુઅલ સર્વિસ પુરી પાડી ગ્રાહક પાસેથી સર્વિસ પેટે માંગ્યા મુજબના નાણાંની માંગણી કરતા હતા. કોઈ ગ્રાહક વધુ પૈસા આપવાનો ઈન્કાર કરે તો ગ્રાહકને મારઝુડ કરીને કિમતી ચીજો તથા રોકડ રકમની લૂંટ ચલાવતા હતા. ૨૬ ઓગસ્ટના રોજ તે અમદાવાદ આવ્યા હતા અને વસ્ત્રાપુરમાં આ પ્રકારે ભોગ બનનારનેમારઝુડ કરીને લૂંટ કરી હતી.
વધુ તપાસમાં આ ટોળકીએ છેલ્લા છ મહિનામાં અમદાવાદ, બરોડા ઉપરાંત ગાઝીયાબાદ, નોઈડા, કોટા, ઈન્દોર, મથુરા અને બેંગ્લોરમાં આ પ્રકારે ગે પુરૃશોને હોમોસેક્સ્યુઅલ સર્વિસ પુરી પાડી છે. ઉપરાંત સર્વિસ દરમિયાન ગ્રાહક ઘરમાં એકલો હોય તો લૂંટ અને ચોરી કરતા હતા. તેમનો એક સાથીદાર રાહુલ સૈની ફરાર છેજેની પોલીસ શોધ કરી રહી છે.