હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો વદપક્ષ પિતૃઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કારણ કે ગ્રંથો પ્રમાણે માણસનો એક મહિનો પિતૃઓનો એક દિવસ-રાત હોય છે. વદપક્ષને પિતૃઓનો દિવસ અને સુદપક્ષ રાત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તો ચંદ્રલોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ભાદરવા મહિનાના વદપક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. એટલા માટે આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિધાન છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે પિત઼ૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલા યોગ્ય સમયે કરવાથી જ ફળદાયી થાય છે.
તર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે ક્યારે છે શ્રેષ્ઠ સમય અને પિતૃઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો-
1- પિતૃ શાંતિ માટે તર્પણનો શ્રેષ્ઠ સમય સવારે 8 થી લઈને 11 વાગ્યા સુધી માનવામાં આવ્યો છે. આ દરમિયાન કરવામાં આવેલ જળથી તર્પણ દ્વારા પિતૃદોષથી મુક્તિ મળે છે.
2- તર્પણ પછી બાકી શ્રાદ્ધ કર્મ માટે સૌથી શુભ અને ફળદાયી સમય કુતપકાળ હોય છે. આ સમય રોજ સવારે લગભગ 11.36 થી બપોરે 12-24 સુધી હોય છે.
3- માન્યતા છે કે આ સમયે પિતૃઓનું મુખ પશ્ચિમ તરફ થઈ જાય છે. તેનાથી પિતૃઓ પોતાના વંશજો દ્વારા શ્રાદ્ધથી ભોગ લગાવેલ કવ્ય કોઈપણ જાતકની કઠિનાઈ વગર ગ્રહણ કરે છે.
4- એટલા માટે આ સમય પિતૃ કાર્ય કરવાની સાથે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ.
5- પિતૃઓની ભક્તિથી મનુષ્યને પુષ્ટિ, આયુ, વીર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે.
6- બ્રહ્માજી, પુલસ્ત્ય, વશિષ્ઠ, પુલહ, અંગિરા, ક્રતુ અને મહર્ષિ કશ્યપ આ સાત ઋષિ મહાન યોગેશ્વર અને પિતૃઓ માનવામાં આવ્યા છે.
7- અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓને નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે, તેને બ્રહ્મરાક્ષસ પણ દૂષિત નથી કરતાં. શ્રાદ્ધમાં અગ્નિદેવની ઉપસ્થિતિ જોઈને રાક્ષસ ત્યાંથી ભાગી જાય છે.
8- સૌથી પહેલાં પિતાને, ત્યારબાદ દાદાને અને ત્યારબાદ પરદાદાને પિંડદાન આપવું જોઈએ. આ જ શ્રાદ્ધની વિધિ છે.
9- દરેક પિંડ આપતી વખતે એકાગ્રચિત્ત થઈને ગાયત્રી મંત્રનો જાપ તથા सोमाय पितृमते स्वाहा નું ઉચ્ચારણ કરવું જોઈએ.
10- તર્પણ કરતી વખતે પિતા, દાદા અને પરદાદા વગેરેનું નામ લઈને સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ.