સોમવારે યોજાયેલ ઇવેન્ટમાં મોટોરોલા કંપનીએ 64 જીબી સ્ટોરેજના સસ્તા ફોનની સાથે પ્રથમ સ્માર્ટ ટીવીની સિરીઝ પણ લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ 6 વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાં ગ્રાહકોને ટીવીની 35 ઇંચથી 65 ઇંચ સુધીની સ્ક્રીન મળશે. સાઈઝ અને રેઝોલ્યુશન પ્રમાણે કિંમત 13,999 રૂપિયાથી 64,999 રૂપિયા સુધીની છે. ટીવીમાં કસ્ટમરને સારી સાઉન્ડ ક્વોલિટી અને એન્ડ્રોઇડ ગેમિંગ એક્સપીરિયન્સ મળશે. આ ટીવીનું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફોનની જેમ કંપનીના ટીવીને પણ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
મોટોરોલા કંપનીના આ ટીવી એન્ડ્રોઇડ 9.0 વર્ઝન છે, કંપની આ ટીવીમાં યુઝરને 2.25 GB રેમ, 16 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ આપશે. સ્માર્ટટીવીમાં ડોલ્બી વિઝન ટેક્નોલોજી હોવાથી કસ્ટમરને હોમ થીયેટર જેવો અનુભવ મળશે.
ટીવીની સાથે ગેમપેડ પણ આવશે. એન્ડ્રોઇડ ટીવીના પ્લેટફોર્મ પર યુઝર ગૂગલ પ્લે સ્ટોરની મદદથી પોતાની પસંદની ગેમ ડાઉનલોડ કરી શકશે. ગેમ રમવા માટે ટીવીની સાથે અલગથી રિમોટ પણ આવશે.
મોટોરોલા સ્માર્ટટીવીના વેરિઅન્ટ અને તેની કિંમત
32 ઇંચ | 13,999 રૂપિયા |
43 ઇંચ FHD | 24,999 રૂપિયા |
43 ઇંચ UHD | 29,999 રૂપિયા |
50 ઇંચ UHD | 33,999 રૂપિયા |
55 ઇંચ UHD | 39,999 રૂપિયા |
65 ઇંચ UHD | 64,999 રૂપિયા |