Selfie Deaths in Sabarkantha: ચોમાસાની મજા જીવલેણ સાબિત થઈ: નદી કિનારે સાવચેતી ન રાખતા દુર્ઘટના
Selfie Deaths in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં વરસાદી દિવસોમાં કુદરતના સૌંદર્યમાં ડૂબેલા બે યુવાનોને પોતાની જિંદગી ગુમાવવી પડી. એક ઘટના સપ્તેશ્વર પાસે સર્જાઈ જ્યાં સેલ્ફી લેતાં યુવાન નદીના પ્રવાહમાં વહેતા થયા, જ્યારે બીજી ઘટના વિજયનગર નજીકના ધોધે બની હતી.
વારંવાર ચેતવણી છતાં લોકો લાપરવાહ: તંત્ર પણ ચિંતિત
સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર ચેતવણીઓ અપાઈ રહી હોવા છતાં, લોકો નદીના ખતરનાક વિસ્તારોમાં જાતજાતની પોસ્ટ માટે જાય છે. એકનો પગ લપસતાં જ જીવ ગુમાવાનો વારો આવ્યો છે.
12 કલાક સુધી શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
મહેસાણાના કટોસણ ગામનો 30 વર્ષીય નિલેષ પરમાર સપ્તેશ્વરમાં પગ લપસતાં નદીમાં ગરકાવ થયો હતો. હિંમતનગર, ઈડર અને વિજાપુરની ફાયર ટીમ અને એસડીઆરએફ દ્વારા 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી શોધખોળ બાદ તેનું શવ મળ્યું.
બીજી ઘટના ધોધ પાસે: શોધખોળ ચાલુ
વિજયનગર તાલુકાના કણાદર પાસે ધોધમાં સેલ્ફી લેતા યુવાનનો પગ લપસતાં પાણીમાં વહેતા ગયો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર ટીમ હાલમાં યુવાનની શોધખોળમાં લાગી છે