Fruit of Thumari : પ્રકૃતિની ભેટ ઠુમરી: ઔષધિય ગુણોથી ભરપૂર
Fruit of Thumari : સૌરાષ્ટ્રના જંગલોમાં જોવા મળતુ ઔષધીય છોડ ‘ઠુમરી’ (અથવા ફળસંગ) ચોમાસાની ઋતુમાં નાના અને સફેદ રંગના ગોળ ફળ આપે છે. આયુર્વેદ મુજબ આ ફળનું સેવન પાચનશક્તિ વધારવા, પેટના દુખાવામાં રાહત આપવા, ભૂખ અને ત્વચાના રોગો માટે ઉપયોગી માનવામાં આવે છે.
જંગલની વનસ્પતિ, ગામડાનો ઘરગથ્થુ ઇલાજ
આ વનસ્પતિને દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ઠૂંગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ફળો ખટમીઠા સ્વાદવાળા હોય છે અને બુલબુલ, કોયલ જેવા પક્ષીઓ માટે આ ફળ મુખ્ય આહાર છે. વર્ષો પહેલાં ગામોમાં આ ફળ બાળકોને નાસ્તા તરીકે આપવામાં આવતું હતું અને આજે પણ તેનો આયુર્વેદિક ઉપયોગ યથાવત્ છે.
Fruit of Thumari: પાચન અને ભૂખ માટે ઉત્તમ
આ ફળ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને નાના બાળકોમાં ભૂખ ન લાગતી હો તો તેનો યોગ્ય ઉપયોગ ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પેટના રોગો વધુ થાય છે ત્યારે ઠુમરી ફળ રામબાણ ઉપાય છે.
ચામડીના રોગો માટે ઔષધીય ઉપયોગ
ઠુમરીના મૂળમાંથી તૈયાર કરાયેલ રસ ચામડીના રોગ જેવી કે ખસ, કરોળિયા અથવા સફેદ ડાઘ દૂર કરવામાં ઉપયોગ થાય છે. ઠુમરીના થડની છાલનો લેપ બનાવીને દાગવાળા ભાગ પર લગાવવાથી અસરકારક પરિણામ મળે છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આ છોડ ઘરેલું ઈલાજ તરીકે ઓળખાય છે.
Fruit of Thumari ન માત્ર પક્ષીઓ માટે ખોરાક છે પરંતુ માનવ શરીર માટે પણ બહુવિધ લાભદાયક છે. પાચન, ભૂખ અને ત્વચાના રોગોમાં તેનો ઉપયોગ ચીકિત્સાસભર માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં મળી આવતું આ નાનું સફેદ ફળ ખરેખર કુદરતી ઔષધિથી ઓછું નથી.