Viral Video: મહિલાએ ભીડભાડવાળા બજારમાં આ રીતે સાડી પહેરી, જોનારા પણ દંગ રહી ગયા
Viral Video: મોનિકા કબીર નામની આ મહિલાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો તુર્કીમાં ફિલ્માવવામાં આવ્યો હતો, જેને જોયા પછી ઘણા નેટીઝન્સ ગુસ્સે થયા છે અને તેને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે.
Viral Video: હાલમાં તુર્કીના એક વ્યસ્ત જાહેર સ્થળે એક મહિલાએ તેના શોપિંગ બેગમાંથી સીધા રસ્તા પર જ સાડી કાઢી અને પહેરવાનું શરૂ કર્યું, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટના નો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની કારણે ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ કહ્યું છે કે કોઈ સંસ્કૃતિને અપનાવવી ખોટી વાત નથી, પણ જાહેર જગ્યાએ આ અનોખી અને અચાનક ક્રિયા જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત રહ્યા છે. વીડિયોમાં મહિલા આરામથી પેટીકોટ પહેરીને સાડી લપેટતી નજરે પડે છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાએ કાળા રંગની લેગિંગ સાથે લાલ રંગનું બ્લાઉઝ પહેરેલું છે. તેના હાથમાં કેટલાક શોપિંગ બેગ્સ છે. પણ અચાનક તે મહિલાએ રસ્તા વચ્ચે જ કપડાં બદલવાનું શરૂ કરી દીધું.
આ જોઈને રસ્તા પર ચાલી રહેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો માં તમે જોઈ શકશો કે મહિલા પહેલાં પેટીકોટ પહેરે છે, પછી લાલ રંગની સાડી કાઢીને પહેરવાનું શરૂ કરે છે, અને આ બધું જ લોકોની ભીડમાં સામે જ થાય છે.
રસ્તા પર ખુલ્લા આકાશ નીચે સાડી પહેરી
વિડિયોમાં તમે જોઈ શકશો કે જ્યારે મહિલા સાડી પહેરી રહી હતી, ત્યારે કેટલાક લોકો તેને ખૂબ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક આશ્ચર્યચકિત હતા અને સમજાઈ રહ્યો ન હતો કે આખરે શું થઇ રહ્યું છે. ત્યારે ઘણા લોકો સ્પષ્ટ રીતે અસંતોષ વ્યક્ત કરતા નજરે પડ્યા. જેમજેમ મહિલા સાડી પહેરવાનું પૂરું કરતી હતી, તે ફુલ આત્મવિશ્વાસ સાથે કેમેરા સામે પોઝ આપવા લાગી. આ મહિલા વ્લૉગર મોનિકા કબીર તરીકે ઓળખાઈ છે, જે બાંગ્લાદેશના ચટગાંગ શહેરની રહેવાસી છે.
View this post on Instagram