Somnath Jyotirling Darshan: ‘વંદે સોમનાથ’ કાર્યક્રમ: દર સોમવારે શિવભક્તિનો વિશિષ્ટ અનુભવ
Somnath Jyotirling Darshan: શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે શાસ્ત્રીય ભક્તિ અને આદ્યાત્મિક ઉત્સવ માણવા માટે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ખાસ કાર્યક્રમ ‘વંદે સોમનાથ’ યોજાવાનો છે. આ કાર્યક્રમ દર સોમવારે યોજાશે અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપમાં કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરશે. આ પવિત્ર અવસરે ભક્તો શાસ્ત્રીય સંગીત અને નૃત્યના માધ્યમથી ભક્તિ અનુભવી શકશે.
‘વંદે સોમનાથ’ કાર્યક્રમ: શ્રાવણના દરેક સોમવારે ભક્તિ અને સંસ્કૃતિનો મેળાપ
ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સના સહયોગથી આ કાર્યક્રમ શ્રાવણ માસના તમામ સોમવારે યોજાશે. વર્ષ 2025ના શ્રાવણમાં આ કાર્યક્રમ 14, 21, 28 જુલાઈ અને 4, 11, 18 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિર વિસ્તારમાં ત્રણ સ્થળોએ યોજાવાનો છે, જેમાં ચોપાટી, સાગરદર્શન ભવનના માર્ગ અને પ્રોમોનેડ વોકવેથી દર્શનનો લાભ લેવાશે.
અમદાવાદથી સોમનાથ સુધી ભક્તિ યાત્રા માટે ખાસ બસ સેવા
આ કાર્યક્રમમાં વધુને વધુ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે, તે માટે ગુજરાત ST વિભાગ દ્વારા વિશેષ AC Volvo બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાણીપ (અમદાવાદ) બસ સ્ટેન્ડથી સવારે 6 વાગ્યે બસ ઉપડશે અને સાંજે 4 વાગ્યે સોમનાથ પહોંચશે. આ પેકેજમાં ભોજન, હોટલ રોકાણ અને ગાઈડની સુવિધા પણ સમાવેશ થાય છે.
દર્શન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનુભવ
આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને માત્ર દર્શન પૂરતા નથી મળતા, પરંતુ તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિર જેવા પવિત્ર સ્થળોના દર્શન પણ કરી શકે છે. આ કાર્યક્રમ ભક્તિને નવી ઊંચાઈ આપે છે અને ભક્તો માટે ભવ્ય અનુભવો રજૂ કરે છે.
યાત્રા પેકેજ અને ટિકિટ વિગતો
આ પેકેજની ટિકિટ ફી રૂ.4,000 (એક વ્યક્તિ) અને રૂ.7,050 (બે વ્યક્તિ) નક્કી કરાઈ છે. પેકેજમાં આવન-જવન, ભોજન, હોટલ, માર્ગદર્શક સહિત તમામ સુવિધાઓ સમાવિષ્ટ છે. યાત્રાનો બીજો દિવસ સોમનાથના દર્શન બાદ સવારે 9:30 કલાકે પરત યાત્રા શરૂ થાય છે અને રાત્રે 10:30 કલાકે અમદાવાદ પરત પહોંચે છે.