71
/ 100
SEO સ્કોર
Samsung Galaxy Watch 8 સીરીઝ: AI સાથે સ્માર્ટવોચનો નવો અનુભવ, ભારતમાં લોન્ચ
Samsung Galaxy Watch 8 : ગેલેક્સી વોચ 8 સિરીઝ ગેલેક્સી અનપેક્ડ 2025 માં રજૂ કરવામાં આવી છે. ગેલેક્સી વોચ 8 સિરીઝમાં તમને બે વેરિયન્ટ્સ મળે છે – ગેલેક્સી વોચ 8 અને ગેલેક્સી વોચ 8 ક્લાસિક. ગેલેક્સી વોચ 8 બે કદમાં લોન્ચ કરવામાં આવી છે.
Samsung Galaxy Watch 8 : Samsung તાજેતરમાં પોતાના મોટા લોન્ચ ઇવેન્ટ Galaxy Unpacked 2025 માં Galaxy Watch 8 સિરિઝ રજૂ કરી છે. આ નવી સ્માર્ટવોચ સિરિઝમાં શક્તિશાળી હાર્ડવેર સાથે હવે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની શક્તિ પણ જોડાઈ છે, જે Google Gemini AI પર આધારિત છે. કંપનીએ આ ઇવેન્ટમાં પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન જેમ કે Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, અને Galaxy Z Flip 7 FE પણ લોન્ચ કર્યા છે.
Samsung Galaxy Watch 8 સિરિઝ સ્પેસિફિકેશન્સ
Galaxy Watch 8 સિરિઝમાં તમને બે વેરિઅન્ટ મળશે – Galaxy Watch 8 અને Galaxy Watch 8 Classic. Galaxy Watch 8 બે કદમાં લોન્ચ કરવામાં આવ્યો છે – 44mm અને 40mm, જ્યારે Watch 8 Classic ફક્ત 46mm કદમાં ઉપલબ્ધ છે. 44mm મોડેલમાં તમને 1.47-ઇંચનું Super AMOLED ડિસ્પ્લે મળે છે, જ્યારે 40mm અને 46mm વેરિઅન્ટમાં 1.34-ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
નવા Galaxy Watch 8 સિરિઝમાં Samsung એ પોતાનો નવો Exynos W1000 પ્રોસેસર આપ્યો છે, જે તેને અગાઉ કરતાં વધુ ઝડપી અને શક્તિશાળી બનાવે છે. Watch 8 Classic માં તમને 445mAh ની મોટી બેટરી મળે છે, જ્યારે સામાન્ય Watch 8 માં 435mAh અને 325mAhની બે બેટરી વિકલ્પો આપવામાં આવ્યા છે. સારી વાત એ છે કે બંને વેરિઅન્ટ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Watch 8 Classic ની વિશેષતાઓ
સ્ટોરેજની વાત કરીએ તો Watch 8 Classicમાં 64GB સ્ટોરેજ અને 2GB RAM છે, જ્યારે સામાન્ય વર્ઝનમાં 32GB સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટવોચ WearOS પર કામ કરે છે અને તેમાં LTE, Bluetooth 5.3, Wi-Fi, NFC અને GPS જેવા કનેક્ટિવિટી ઓપ્શન છે. સાથે સાથે તેમાં 5ATM વોટર રેઝિસ્ટન્સ, IP68 રેટિંગ અને MIL-STD-810H મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું છે, જે તેને મજબૂત અને વિશ્વસનીય બનાવે છે.

Galaxy Watch 8 સિરિઝ ખાસ કરીને હેલ્થ અને ફિટનેસ ટ્રેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં Samsung BioActive સેન્સર, ટેમ્પરેચર સેન્સર, એક્સેલરોમિટર, ગાયરોસ્કોપ, બેરોમિટર અને અનેક એડવાન્સ્ડ સેન્સર્સ શામેલ છે, જે રિયલ ટાઇમમાં તમારી હેલ્થને ટ્રેક કરે છે. આ સ્માર્ટવોચ Android 12 અથવા તેના ઉપરના વર્ઝન સાથે ચાલતા ફોન સાથે કમ્પેટિબલ છે.
હાલમાં Samsung એ ભારતમાં Galaxy Watch 8 સિરિઝની કિંમતો જાહેર કરી નથી, પરંતુ આશા છે કે આ પ્રીમિયમ સ્માર્ટવોચ શ્રેણી ભારતમાં પણ લોંચ થશે.