- ઉત્તરી ધ્રુવ પર લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની4 આર્કટિક મહાસાગર બનાવશે હોટલ
- ઉત્તરી ધ્રુવમાં નોર્ધન લાઇટ્સનો નઝારો જોવા માટે અહીં દર વર્ષે આશરે 1000 પર્યટકો આવે છે
ઉત્તરી ધ્રુવ પર લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની4 આર્કટિક મહાસાગર બનાવશે હોટલ ઉત્તરી ધ્રુવ પહોંચનારા પર્યટકો હવે ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકશે. લક્ઝરી એકશન નામની ટ્રાવેલ કંપની આર્કટિક મહાસાગરમાં જામેલા બરફ પર નવી લક્ઝરી હોટલ બનાવશે. જેમાં 10 ગરમ ડોમ હશે. સહેલાણીઓ અહીં એક લાખ ડોલર એટલે કે આશરે રૂપિયા 71 લાખમાં પાંચ રાત વિતાવી શકશે. હાલમાં અહીં હોટલ જેવી કોઇ જ સુવિધા નથી. ઉત્તરી ધ્રુવમાં નોર્ધન લાઇટ્સનો નઝારો જોવા માટે અહીં દર વર્ષે આશરે 1000 પર્યટકો આવે છે. આ ઉપરાંત અહીં સીલ, પોલર બિઅર અને આર્કટિક પંખીઓ ઉપરાંત અન્ય વન્ય જીવો પણ જોવા મળે છે.