મુંબઈ : રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મિખિલ મુશલે નિર્દેશિત આ કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં અમાયરા દસ્તુર, પરેશ રાવલ, બોમન ઈરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડ ઇન ચાઇનામાં પ્રથમ વખત રાજકુમાર રાવ અને મૌની રોય જોવા મળે છે.
ફિલ્મના ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. મનોરંજક સામગ્રીવાળી આ મૂવી ચોક્કસપણે સિનેમા હોલમાં દર્શકોનું મનોરંજન કરશે. મેડ ઇન ચાઇના એક સ્ટ્રગલિંગ ગુજરાતી ઉદ્યોગપતિની વાર્તા છે જે એક સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે ચીનનો પ્રવાસ કરે છે. ફિલ્મમાં મૌની રોય અભિનેતા રાજકુમાર રાવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.