યુએઈની અમીરાત એરલાઈને પોતાના પેસેન્જરને લલચાવવા માટે ફ્લાઇટ A380ની લાઉન્જ અને સીટને ડાયમંડ જેવા દેખાતા ક્રિસ્ટલ આર્ટવર્કથી સજાવી છે. કંપનીએ હીરાઓથી ચમકતી આ સીટોના ફોટોઝ મંગળવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે હાલ પણ વાઇરલ થઈ રહ્યા છે.
આ ફોટો જોઈને યુઝર પૂછી રહ્યા છે કે, હીરોથી જડિત આ ફ્લાઇટ ક્યાં શહેર માટે ઉડાન ભરશે? ઉલ્લેખીનય છે કે, કંપનીએ વર્ષ 2018માં પણ ક્રિસ્ટલ આર્ટવર્કથી સજાવેલા બોઇંગ 777 પ્લેનનો ફોટો શેર કર્યો હતો. આ આર્ટવર્ક હીરાની એજમ ચમકી રહ્યું હતું.