મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા શુક્રવારે ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડ પર કર્મવીર હરીફ સાથે પહોંચી હતી. તે શોમાં અમિતાભ બચ્ચન સાથે મજાની વાતચીત કરી રહી હતી અને ત્યારબાદ કંઈક એવું બન્યું જેના કારણે સોનાક્ષી સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. હવે થાક્યા બાદ સોનાક્ષીએ ટ્વિટર પર તેના વિશે લખવું પડ્યું છે.
ખરેખર, કૌન બનેગા કરોડપતિ પર 80 હજાર રૂપિયા માટે અમિતાભ બચ્ચને પૂછ્યું કે, રામાયણમાં હનુમાન કોના માટે સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતા. તેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું મને ‘રામ’ લાગી રહ્યું છે. તેની સાથેની મહિલાએ કહ્યું મને ‘સીતા’ લાગી રહ્યું છે. ત્યારબાદ ખાતરી ન હોવાને કારણે આ પ્રશ્નના જવાબ માટે લાઈફલાઈન લેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સોનાક્ષીના પરિવારના તમામ સભ્યોનું નામ રામાયણ પરથી છે, તેના પિતા-કાકાનું નામ રામાયણના પાત્રો પર છે તેના ભાઈનું નામ લવ-કુશ છે. આવી સ્થિતિમાં, તેઓ જાણતા નથી કે, હનુમાન સંજીવની કોના માટે લાવ્યા, આ બાબત ચાહકોને પછી નહીં.
Dear jaage hue trolls.I don't even remember the Pythagoras theorem,Merchant of Venice,Periodic Table,Chronology of the Mughal Dynasty,aur kya kya yaad nahi woh bhi yaad nahi. Agar aapke paas koi kaam nahi aur Itna time hai toh please yeh sab pe bhi memes banao na. I love memes ?
— Sonakshi Sinha (@sonakshisinha) September 21, 2019
સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થયા પછી, સોનાક્ષીએ ટ્વિટર પર લખ્યું, “પ્રિય જાગેલા ટ્રોલર્સ. મને પાયથાગોરસ સિદ્ધાંત, વેનિસના મર્ચન્ટ, પિરિઓડિક ટેબલ, મોગલોની વંશાવળી અને બીજું ઘણું બધું યાદ નથી અને એટલો બધો ટાઈમ છે તો મહેરબાની કરીને તેના પર પણ મીમ્સ બનાવોને ! મને મીમ્સ ગમે છે. ”
Watch Part 1 here !!! ??? #sonakshisinha #Sonakshi #YoSonakshiSoDumb @sonakshisinha #KBC11 #KBC2019 #AmitabhBachchan pic.twitter.com/D4otHxLonK
— ??Gurkanwal Singh?? (@GuriOfficial) September 21, 2019
#sonakshisinha #YoSonakshiSoDumbpic.twitter.com/JGAOt4dDYX
— ??Gurkanwal Singh?? (@GuriOfficial) September 21, 2019
To KBC mein kayeko jaane ka tha behan ?.
— Sailor (@sailorsmoon) September 21, 2019
સોનાક્ષીના આ જવાબ બાદ હવે તેની ટ્રોલિંગ ફરી શરૂ થઈ ગઈ છે. એક યુઝરે તેના જવાબમાં લખ્યું, “તો પછી કેબીસીમાં શા માટે ગયા બહેન ?” બીજા એક વપરાશકર્તાએ મજાકમાં કહ્યું, “આભાર કે તેઓએ લખ્યું નથી કે સંજીવની બૂટી જોમાટો દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી.” બીજા વપરાશકર્તાએ આ બાબતે આગળ લખતાં લખ્યું કે, તો પછી જોમાટો અને સ્વિગી માટે 50- 50 લાઈફલાઈન લેવામાં આવી હોત.