વરાછા માતાવાડી વિસ્તારના જવાહરનગરમાં પોલીસે દરોડા પાડી 5 મહિલા સહિત 8 જણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 28,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
વરાછા પોલીસને બાતમી મળી હતી કે માતાવાડી વિસ્તારની જવાહરનગર સોસાયટીના ઘર નંબર 204 ના બીજા માળે મહિલા અને પુરૂષો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જવાહરનગરના ઘર નંબર 204 ના બીજા માળે દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા લાભુબેન પ્રફુલ સોલંકી (રહે. જનતાનગર સોસાયટી, વરાછા), અસ્મીત કિશોર ગોસ્વામી (રહે. સંતોષ સોસાયટી, મારૂતિ ચોક, વરાછા), અંકિત ભાણાભાઇ બાંભણીયા (રહે. લક્ષ્મીનગર સોસાયટી, સરથાણા), બાજુબેન ઉર્ફે મનિષા અજય બાંભણીયા (રહે. શ્યામવિલા સોસાયટી, કામરેજ ચાર રસ્તા), હંસાબેન પ્રવિણ ડાભી (રહે. રામરાજય સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા), વિનોદ અરજણ સાંખડ (રહે. અભયનગર સોસાયટી, વરાછા), મુકેશ ખોડાભાઇ ચૌહાણ (રહે. સોમનાથ સોસાયટી, કાપોદ્રા) અને હરસુખ વિઠ્ઠલ પોસીયા (રહે. જનતાનગર સોસાયટી, વરાછા) ને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રૂા. 28,700 ની મત્તા કબ્જે લીધી હતી. પોલીસે તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી છે.