108નો ગુઢ આંકડો પ્રાચીન ભારતીયોના મત મુજબ ખૂબજ પવિત્ર છે તમામ પ્રકારના આધ્યાત્મિક લક્ષણમાં 108 ને ખૂબજ મહત્વ આપવામાં આવે છે. જાપ-માળામાં 108 મણકા હોય છે અને મંત્રના આકડાની બાબતે કહેવાયું છે કે 108 એ પોતાનામાં રહેલા પવિત્ર પરમાતમા સુધી પહોચવાના પગથિયા છે. આ પવિત્ર આંકડો દિવ્યતા અને માનવ વચ્ચેના અનેક બાબતે જોવા મળે છે અને એમાં નવાઈ પામવા જેવું નથી, બધા જ ભારતીયો કે જેમા હિંદુ, બુદ્ધો, જૈનો, શીખો ને જાણવવામાં મદદ કરે છે. ખગોળ શાસ્ત્રમાં વૈદિકકાલિન આર્ષદ્રષ્ટાઓ ગણતરી કરી છે કે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ સૂર્યની વ્યાસ રેખા કરતા 108 ગણુ છે.
સુર્યની વ્યાસરેખા, પૃથ્વીની વ્યાસરેખા કરતા 108 ગણી છે. પૃથ્વી અને ચંદ્ર તેમજ પૃથ્વી અને સુર્ય વચ્ચેના સરેરાશ અંતરની માપણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક વૈજ્ઞાનિક માપણી સાધનો દ્વારા ઉપલબ્ધ માપ સાથે ભારતના પ્રાચીન માપનાં આંકડાઓ નોંધ પાત્ર રીતે નજીક જણાય છે. આયુર્વેદ આપણને જણાવે છે કે શરીર ઉપર 108 મર્મ સ્થાનો આવેલ છે, કે જ્યાં જીવને જીવન બક્ષવા માટે ચતન્ય તથા (અમિષ) માંસનું છેદન થાય છે. 108 જોડાણની હાર માળા કુલ 108 જોડાણથી જોડાયેલ છે કે જે મર્મસ્થાનો છે અથવા આયુર્વેદમાં જણાવાયેલ જીવનશક્તિના સ્થાનોની સંખ્યા છે.
આધ્યાત્મિક સંમોહક શ્રીચક્રયંત્ર માંની રેખાઓનું છેદન કરતા 54 સ્થાનો જે દરેક નર માદાના ગુણો ધરાવે છે, તે સરવાળે 108 થાય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર સ્વર્ગોને નક્ષત્રો તરીકે ઓળખાતા 27 ચંદ્રચિન્હોમાં વહેંચાયેલ છે, દરેક નક્ષત્રમાં 4 સ્થાનો મળીને કુલ 108 સ્થાનો દ્વારા માનવ સ્વભાવના 108 પ્રકારે દર્શાવેલ છે. વ્યક્તિના જન્મસમયે જે સ્થાનમાં ચંદ્ર વ્યક્તિની કારકીર્દી, સુખવૈભવ, પારિવારિક તેમજ મુક્તિનો માર્ગ દર્શાવે છે.
ભારતના જ્યોતિષશાસ્ત્રમાં 12 સ્થાનો અને 9 ગ્રહો 12 ગુણ્યા 9= 108 થાય. તંત્રના અંદાજ પ્રમાણે, દૈનિક સરેરાશ 21600 શ્વાસોછ્વાસ થાય છે. જેમાનાં 10,800 સૂર્ય ઊર્જાના અને 10,800 ચંદ્ર ઊર્જાના છે. 108 ને 100 વડે ગુણતા 10,800 થાય. બે વાર 10,800 = 21,600 થાય. ભારતના નૃત્યશાસ્ત્રમાં પણ નૃત્ય-હાથ અને પગના હલનચલનની 108 મુદ્રાઓ હોવાનો ઉલ્લેખ છે. કુલ 108 પુરાણો, 108 ઉપનિષદો, ભગવદ્ગીતાના 18 અઘ્યાયો, સંસ્કૃતમાં થયેલા મહાન લખાણો 108 ચરણો-પદો-કડીઓમાં થાય છે.
ઘણાં સંતોના નામ પૂર્વે 108, 1008 મુકાય છે. સંસ્કૃતમાં 54 અક્ષરોને પુલ્લીંગ (શિવ તથા સ્ત્રીલીંગ(શક્તિ)) નો ભાવ છે, આથી 54 ગુણ્યા 2 = 108 થાય. પ્રાચીન ભારતની સમય – સારણી પ્રમાણે બ્રહ્હ્માંડનો એક દિવસ 43,2૦,૦૦૦ વર્ષનો છે કે જે ચાર યુગોનો સમાવેશ છે, જેનો અવયવ 108 છે. અંકશાસ્ત્રમાં 108ની સંખ્યાના ભાગ પાડતા 1080=9 થાય. નવ એ રહસ્યમય આકડો છે અને કોઈપણ રકમને નવ વડે ગુણતા તેનો અંકનો સરવાળો 9 થાય છે. એવું કહેવાય છે કે 1 નો અંક ભગવાન-ઈશ્વર કે ઉચ્ચ સત્ય માટે, ૦ નો અંક ખાલીપણા કે અભ્યાસમાં પૂર્ણતા તથા 8 નો આંક આઠ દિશાઓમાં અંતરીક્ષની અસીમતા દશાર્વે છે. ગણિતમાં 1,2 અને 3 નું બળ 1 = 1, 2નું બળ 2 = 4 (22), 3 નું બળ 3 = 27 (333), 1 4 27 = 108. 108 એ સર્જન અને સર્જક વચ્ચેના અનુસંધાનનું રહસ્ય બતાવે છે.