નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા વીવો આવતીકાલે ભારતમાં વીવો યુ 10 ( Vivo U10) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ભારતમાં કંપનીનો પહેલો યુ સિરીઝનો સ્માર્ટફોન હશે. લોન્ચ થતાં પહેલા આ સ્માર્ટફોનના સ્પેસીફીકેશન્સ લીક થઈ ગયા છે. કંપનીએ આનું ટીઝર પહેલા જ બહાર પાડ્યું હતું અને હવે તેની ડિઝાઈન પણ લીક થઈ ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર, વિવો યુ 10 ની કિંમત ભારતમાં 12000 રૂપિયાથી ઓછી હશે અને આ સ્માર્ટફોનનું વેચાણ એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર થશે. આ સ્માર્ટફોન ગ્રેડીએંટ ડિઝાઇનના હશે અને તેમાં બે રંગ વિકલ્પો હશે – ઇલેક્ટ્રિક બ્લુ અને થંડર બ્લેક. પોલિકાર્બોનેટની બોડી હશે અને આ ફોનની પાછળની પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
વીવો યુ 10 માં ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 6.35 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર પર ચાલે છે અને તેમાં 4 જીબી રેમ છે. આમાં, એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત ફનટચ ઓએસ 9 આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે સિંગલ કેમેરો હશે.
વીવો યુ 10 માં 5000 એમએએચ શક્તિશાળી બેટરી સાથે 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ હશે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો હશે, બીજા કેમેરામાં 8 મેગાપિક્સલનો અને ત્રીજો 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે.
નોંધનીય છે કે, તાજેતરમાં ભારતમાં વિવોએ એક નવો સ્માર્ટફોન વી 17 પ્રો રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનની વિશેષતા ક્વાડ કેમેરા અને બે પૉપ-અપ સેલ્ફી કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં કોઈ નોચ નથી અને તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 એઆઈઈ પ્રોસેસર છે.