ટીવી રિયલીટી શો બિગ બોસ 12ની કંટેસ્ટેન્ટ રહી ચૂકેલી જસલીન મથારુ હંમેશા તેના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. આજકાલ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ રહી છે. હાલમાં તેની તસવીરો સામે આવીછે. આ તસવીરોમાં જસલીને બ્લૂ કલરની વન ઑફ શોલ્ડર ટૉપ અને મિની સ્કર્ટમાં હોટ લાગી રહી છે. જેમા તેને મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે.
જસલીનની આ તસવીરો ડાયરેક્ટર રાજ શાંડિલ્યની બર્થ ડે બેશની છે. જણાવી દઇએ કે જસલીને બિગ બોસ 12માં અનૂપ જલોટાની સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેને સલમાન ખાન સાથે કબૂલ કર્યું હતું કે તે અનૂપ સાથે રિલેશનશિપમાં છે. અનૂપ જસલીનથી 37 વર્ષ મોટા છે. જોકે, શોથી બહાર થતા બન્નેએ કહ્યું કે તેમનો માત્ર મ્યુઝિકલ રિલેશન હતું. કામની વાત કરીએ તો જસલીન હાલમાં કલર્સ ટીવીની સીરિયલ વિશમાં નજરે પડી હતી. આ સીરિયલમાં દેબીના બેનર્જી ડી છે.