દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે. ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે.
ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં ગરીબ વર્ગને શાળાની શિષ્યવૃતિ કે અન્ય સરકારી સહાય મેળવવા માટે આવકનો દાખલો ફરજીયાત હોય છે. ત્યારે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્ક જોરાભાઈએ અરજદાર પાસે 30 રૂપિયાની માંગણી કરતો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અરજદાર પાસે પૈસા ન હોવાથી તેણે સહી કરવા આજીજી કરી હતી. છતાં એકનો બે ન થતાં ક્લાર્ક 30 રૂપિયા લઈને જ સંતોષ માને છે. જો કે, તેણે કરેલી ભૂલ હાલ ગુજરાતના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું છે. વીડિયોને કારણે તેની સામે તપાસ અને કાર્યવાહી થઈ શકે છે.