લતા મંગેશકરના પોપ્યુલર સોંગ એક પ્યાર કા નગમા હૈએ રાનુ મંડલનું નસીબ બદલી નાંખ્યું હતું. તે અત્યારે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશન પર ગાનારી રાનુની જિંદગી બદલાઈ ગઈ છે. હવે તેની જિંદગીથી ઇન્સ્પાયર થઈને ફિલ્મમેકર ઋષિકેશ મંડલ તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
રાનુની બાયોપિક ફિલ્મ માટે જાણીતી બંગાળી એક્ટ્રેસ સુદિપ્તા ચક્રવર્તીનો એપ્રોચ કરવામાં આવ્યો છે. આ વાતને કન્ફર્મ કરતા સુદિપ્તાએ કહ્યું હતું કે, ‘મને ફિલ્મ ઓફર થઈ છે. જોકે, મને હજી ફિલ્મની સ્ક્રિપ્ટ મળવાની બાકી છે. સ્ક્રિપ્ટ વાચ્યા બાદ જ ફિલ્મ કરવી કે નહીં એ હું નક્કી કરીશ.’