મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં કોયના વિસ્તારમાંથી સાપની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નાના દીકરા તેજસ ઠાકરે પરથી રાખ્યું છે. પુણેમાં આવેલ જૈવ વિવિધતા સંરક્ષણ ફાઉન્ડેશનના વરદ ગિરિએ ગુરુવારે જણાવ્યું કે, સાપની આ પ્રજાતિ સામાન્ય રીતે ‘બિલાડી સાપ’ની શ્રેણીમાં આવે છે.
તેજસ ઠાકરેએ આ પ્રજાતિને સૌપ્રથમ વર્ષ 2015માં જોઈ હતી અને તેના વ્યવહારનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ સાપ જૈવ વિવિધતા સંરક્ષણ ફાઉન્ડેશનને સોંપ્યો અને તેની ઓળખાણ મેળવવામાં મદદ કરી. આ માટે તેનું નામ ‘ઠાકરેઝ કેટ સ્નેક’ રાખ્યું છે. તેજસના મોટા ભાઈ આદિત્ય ઠાકરેએ સાપનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, મારા ભાઈ તેજસે સાપની આ સુંદર પ્રજાતિને પશ્ચિમી ઘાટમાંથી શોધી હતી.