હીરા ઉદ્યોગની મંદીમાં બાયરો આર્કષવા માટે મુંબઇના ભારત ડાયમંડ બુર્સ દ્વારા 14થી 16 ઓકટોબર દરમ્યાન યોજાનારા ડાયમંડ વીક દરમ્યાન 1 લાખ ડોલર સુધીના હીરા ખરીદનાર વિદેશી બાયરને 700 ડોલર સુધીની વિમાન ટિકીટ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે બીડીબીએ આ ઓફર ભારતમાં પ્રથમવાર આવીને પ્રર્દશનમાંથી હીરાની ખરીદી કરનાર પ્રથમવારના બાયર માટે જ આ યોજના જાહેર કરી છે. એટલે કે 1 લાખ ડોલરના હીરાની ખરીદી કરનારને 50000 સુધીની આવવા-જવા સુધીની ટિકીટ ફ્રી આપવામાં આવશે. નવા બાયરોને આર્કષવા માટે આ સ્કીમ બનાવવામાં આવી છે. ખાસ કરીને તેમાં મીડલ ઇસ્ટ, આશિયાન દેશો અને આફ્રિકાના દેશોના બાયરો આ યોજનાનો લાભ 50 હજારની ફ્રી ટિકીટ હેઠળ લઇ શકે છે.
એક તરફ ડાયમંડ ઉદ્યોગમાં રફ ડાયમંડના ઈમ્પોર્ટ અને પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આ સાથે થોડા સમય પૂર્વે જ હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનને અપૂરતો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે નવા વિઝીટર્સને ભારત ડાયમંડ વીક દરમિયાન આકર્ષવા મુંબઈ બીડીબી દ્વારા નવો પ્રયોગ અજમાવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત એક્ઝિબિશનની મુલાકાત લઇ 1 લાખ ડોલરના હીરા ખરીદનારને 700 ડોલર રીફંડ આપવામાં આવશે. રેપાપોર્ટના અહેવાલ મુજબ મુંબઈ ભારત ડાયમંડ બુર્સ(બીડીબી) ખાતે તા.14 થી 16 ઓક્ટોમ્બર દરમિયાન ભારત ડાયમંડ વીકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હાલમાં જ જ્યારે હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી શોને પૂરતો ટ્રાફિક મળ્યો નથી. ત્યારે દિવાળીના ગણતરીના દિવસો પહેલાં જ બીડીબી ખાતે યોજાનારા ડાયમંડ વીકમાં નવા વિઝિટર્સનું પગેરૂં વધારવા આયોજકોએ એક ઈન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી છે. 3000થી વધુ લોકો આ ડાયમંડ વીક દરમિયાન હાજર રહેશે. વિશ્વમાં વેચાણ થતાં 90 ટકા હીરા ભારતમાં તૈયાર થાય છે. ત્યારે દિવાળીના થોડા સમય પહેલા જ યોજાનારા આ ડાયમંડ વીકમાં બંને તરફે સારો વેપાર થાય તે પાછળનો આ હેતુ રાખવામાં આવ્યો છે. જુના બાયરો આ યોજનાનો લાભ લેવા માટે નવા બાયરોને ખેંચી લાવશે એવી ગણત્રી બીડીબીની ડાયમંડ કંપનીઓએ રાખી છે.