લોકપ્રિય રિયાલિટી શૉ ‘બિગ બૉસ સીઝન 13’ લઈ સલમાન ખાન ટૂંક સમયમાં આવી રહ્યો છે. શૉ ની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને કંટેસ્ટેન્ટ પણ ફાઈનલ થઈ ગયા છે. હવે તો મેકર્સે બિગ બૉસ 13નું પ્રથમ ટિઝર પણ રિલીઝ કરી નાખ્યું છે. જેમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લુકમાં નજર આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બિગ બૉસનો સેટ દર વખતે લોનાવલામાં બનાવવામાં આવતો હતો પરંતુ આ વખતે મુંબઈની ફિલ્મ સિટીમાં છે.
હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે આ સિઝનમાં ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી રશ્મિ દેસાઈ સૌથી વધુ ફીસ લેનારી અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બિગ બોસ 13માં રશ્મિ દેસાઈને 1.2 કરોડની મસમોટી રકમ ફાળવવામાં આવી છે. હાલમાં તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.