બોલિવૂડની અમુક ઘટનાઓ વધારે ચર્ચામાં આવતી હોય છે. એમાં પણ કોફી વિથ કરણના શોમાં જે કોઈ સ્ટાર જાય અને અવનવા ખુલાસા કરે તો એ વાત તો જગજાહેર ચર્ચામાં હોય છે અને વાયુવેગે એ વાત વાયરલ થતી જોવા મળે છે. એવી જ વાત છે દિપીકા અને રણબીરની. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર આજે તેનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. હજું હાલના દિવસોમાં પણ રણબીર કપૂરનું નામ ઘણી હીરોઈનો સાથે જોડાયેલું છે.
જ્યારે દીપિકા સાથેના અફેરની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું ત્યારે બોલિવૂડમાં આ કપલની ખુબ ચર્ચા થતી હતી. એક વખત કરણ જોહરના શોમાં દીપિકાએ રણબીર વિશે એક અજબ વાત કરી હતી અને જેનાં કારણે ઋષિ કપૂર પણ નારાજ થયા હતા. એક વખત કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દીપિકા પાદુકોણ પહોંચી હતી અને ત્યાં અવનવા ખુલાસા કર્યા હતા.
એ વખતે હીરોઈને રણબીર કપૂરને લઈ ઘણી નવી વાતો ખોલી હતી. પરતું તે દરમિયાન કરણના સવાલના જવાબ આપતાં દીપિકાએ એવો જવાબ આપ્યો કે ઋષિ કપૂર પણ ભડક્યા હતા. કરણ જોહરે દીપિકાને પૂછ્યું કે રણબીર કપૂરને તે કઈ ગિફ્ટ આપવા માગતી હતી. દિપીકાએ જવાબ આપ્યો કે, હું રણબીરને એક કોન્ડોમનું પેકેટ ગિફ્ટમાં આપવા માગું છું કેમ કે તે તેનો ઉપયોગ વધારે કરે છે.
રણબીરને સલાહ આપવાની વાત પર દિપીકાએ કહ્યું કે રણબીરે કોઈ કોન્ડોમ બ્રાન્ડની જાહેરાત કરવી જોઈએ. આ એપિસોડમાં દીપિકાએ સ્વીકાર્યું હતું કે રણબીર કપૂરે તેની સાથે ચીટિંગ કરી હતી. રણબીર કપૂરે સોનમ સાથે પણ કંઈક આમ જ કર્યું હતું. સોનમે કહ્યું, રણબીર એક સારો મિત્ર છે પણ તે સારો બોયફ્રેન્ડ છે કે નહીં તે નથી ખબર. હું રણબીરને ઘણા સમયથી ઓળખું છું, પણ એક મિત્ર તરીકે મારો મત છે કે દીપિકા અત્યાર સુધી સારી રીતે રહી હશે.