શહેરમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સાંભળીને આપણું હૃદય હચમચી જાય તેમ છે. અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકના પ્રેમ સંબંધને 12 વર્ષ પુરા થયા અને લગ્નની અનેવર્સરીના આગામી દિવસે તણાવમાં આવીને તેને આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવકે કરેલી આત્મહત્યા પાછળ પત્નીને લખેલી એક ભાવુક ચિઠ્ઠી મળી છે. એવું પણ કહેવાય છે કે યુવકે આત્મહત્યા કર્યા પહેલા તેના વોટ્સએપમાં એક સ્ટેટ્સ પણ મૂક્યું હતું, જેમાં તેને એક વીડિયો બનાવી પોતે આત્મહત્યા કરી રહ્યો છે, તેની જાણ કરી હતી.
યુવકે વોટસએપમાં મૂકેલા સ્ટેટ્સ વીડિયોમાં રડતો જોવા મળી રહ્યો છે. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક યુવકને છેલ્લા પાંચ વર્ષથી એચ.આઇ.વી એઇડ્સની બીમારી હતી જેની પ્રેમિકાને જાણ કર્યા બાદ લગ્ન કર્યા હતા. એઇડ્સ ગુપ્ત રોગ છે તેમ છતાં યુવકની પત્ની તેની માતા અને ભાઈ લોકોને કહી બદનામ કરતા હતા. જેથી યુવકને મનમાં લાગી આવતા તેણે આપઘાત કર્યો હતો.