રવિવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.રવિવારે જ ભાજપ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.નવરાત્રી અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે રવિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.
પહેલા નોરતે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસની આ મુલાકાતને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહ માણસામાં કુળદેવીના મંદિરે દર્શન કરવા જશે.
આ ઉપરાંત 30મીએ ભાજપના બધા ય ઉમેદવારો ફોર્મ ભરશે એટલે સાબરમતીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ જ દિવસે આરપીએફના એક કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. બે દિવસીય મુલાકાતમાં અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. છેલ્લા પંદેરક દિવસમાં અમિત શાહની આ બીજી મુલાકાત છે.