વર્ષ 2015 બાદ ફરી ડુંગળીના ભાવમાં જંગી વધારો થતા યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રવિવાર ડુંગળીની તમામ જાતની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં 30%નો વધારો થયો છે.
આ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) જે કોમર્સ મિનિસ્ટ્રીનો એક ભાગ છે તેણે એક નોટીફીકેશન બહાર પાડ્યું હતું. અને તાત્કાલિક ધોરણે ડુંગળીની તમામ જાતોની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે DGFTએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ(MEP)ને ઘટાડીને તા.13 સપ્ટેમ્બરે 850 પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે. એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને પરવાનગી નથી.
મહારાષ્ટ્રમાં પુરના કારણે ડુંગળીનો ભાવ દિલ્હી સહિતના દેશના અન્ય ભાગોમા પ્રતિ કિલો 60-80 રૂપિયા થયો છે. ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર સહિતના ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા રાજ્યોમાંથી આવતા પુરવઠાને અસર થઈ છે.
ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા માટે અને ગ્રાહકોને રાહત થાય તે માટે કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીનો 50,000 ટન બફર સ્ટોક ઠાલવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત મહિને ડુંગળીની સંગ્રહખોરી કરવા બાબતે કડક પગલા લેવાની ચેતવણી આપી હતી. દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં પુર આવવાને કારણે ડુંગળીના સપ્લાઈને અસર પડી છે. અને આ કારણે દેશમાં સતત ડુંગળીના ભાવ વધી રહ્યાં છે.