નાઈઝીરિયાના કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી 300 કરતાં વધારે લોકોને છોડાવવામાં આવ્યા છે. કડુના પોલિસના જણાવ્યા અનુસાર 100 બાળકોને સાંકળમાંથી બાંધેલાં છોડાવવામાં આવ્યાં છે, જેમાં 5 વર્ષનાં બાળકો પણ હતાં. આ બંધક બનાવેલ બાળકો સાથે સ્ટાફના લોકો રેપ પણ કરતા હતા.
મળેલી માહિતી અનુસાર, કડુના પ્રવક્તા યાકુબ સબોએ કહ્યું કે, આ લોકો અહીં કુરાનની પઢાઇ કરવા આવ્યા હતા. તેમને ડ્રગ અને બીમારીઓમાંથી છૂટાકારો અપાવવાનો પણા વાયદો કરવામાં આવ્યો તો. વિદ્યાર્થીઓના વાલીઓને એમ લાગતું હતું કે, તેઓ તેમનાં બાળકોનાં જીવન સુધારવા માટે મોકલે છે.
કડુનાના પોલીસ ધિકારી અલી જંગાએ જણાવ્યું કે, આ ઇસ્લામિક સ્કૂલ 10 વર્ષની ચાલી રહી હતી. કોઇ વ્યક્તિએ માહિતી આપી કે, આ બિલ્ડિંગમાં સંદિગ્ધ ગતિવિધિઓ ચાલી રહી છે, ત્યારે ત્યાં છાપો મારવામાં આવ્યો, ટિચર્સ સહિત 8 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે આ જગ્યાએ ‘હાઉસ ઓફ ટોર્ચર’ કહી છે. એક પીડિતે જણાવ્યું કે, તેને છેલ્લા ત્રણ મહિનાથી સાંકળથી બાંધવામાં આવ્યો છે. જો કોઇ ભાગવાનો પ્રયત્ન કરે તો તેને બાંધીને લટકાવી દેવામાં આવે છે. અહીંથી રેસ્ક્યૂ કરવામાં આવેલ લોકોમાં ઘણા ઘાયલ હતા, ઘણાં ભૂખ્યાં હતાં, તો ઘણાંને તો વર્ષોથી ત્યાં બંધક બનાવવામાં આવેલ હતાં.