બનાસકાંઠાના ડીસા પાસે ગાયોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિકો ગાયોના મોત માટે જીઆઈડીસી દ્વારા નાખવામાં આવેલા કચરાને જવાબદાર ગણે છે. ડીસાથી ઢુવા ગામે તરફ જતા રસ્તા પર છેલ્લા ચાર દિવસથી ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. અત્યાર સુધી છથી સાત ગાયોનો મોત થયા છે. કેટલીય ગામો ગંભીર રીતે બિમાર થઈને મરી છે.
આ ગાયોના મોત અંગે સ્થાનિકો અહી જી.આઈ.ડી.સી. દ્વારા ફેંકવામાં આવી રહેલા કચરાને જવાબદાર માની રહ્યા છે. આ જગ્યા પર જી.આઈ.ડી.સી. દ્વારા મરચાંની ભૂકી તેમજ કેમિકલ યુક્ત પાણીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાયોના મોત થવાથી આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ જવાથી લોકો પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે આ વિસ્તારમાં જી.આઈ.ડી.સી. દ્વારા નાખવામાં આવી રહેલા કચરાને બંદ કરાવવા ઉપરાંત અહીથી ગાયોના મૃતદેહો હટાવવાની માંગ કરી રહ્યા છે.