શનિવારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની એક કોર્ટમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વકીલ સુધીરકુમાર ઓઝાએ પાકિસ્તાનના વડાપ્રધાન વિરુદ્ધ મુઝફ્ફરપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
તેમની ફરિયાદમાં ઓઝાએ આરોપ લગાવ્યો છે કે ખાને યુએન મહાસભસભામાં ભાષણ દરમિયાન ભારત વિરુદ્ધ પરમાણુ યુદ્ધની ધમકી સહિત વાંધાજનક નિવેદનો આપ્યા છે.
ઓઝાએ કોર્ટને વિનંતી કરી છે કે તેની ફરિયાદના આધારે ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે કોર્ટ આદેશ આપે.
ઓઝાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, પાકિસ્તાન વડા પ્રધાનની ભારત સામે આર્ટિકલ-370ના ભંગના સંદર્ભમાં કરેલી ટિપ્પણી ફક્ત લોકોને ઉશ્કેરશે તેમજ દેશમાં અણબનાવ પેદા કરશે.