મુંબઈ : આજ રાતે સલમાન ખાનના સૌથી લોકપ્રિય શો ‘બિગ બોસ’ની 13 મી સીઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ ગેન્ડ પ્રીમિયર પહેલા તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે. આ વીડિયો પ્રતિસ્પર્ધીઓની એન્ટ્રીનો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
‘બિગ બોસ 13’ની ગ્રાન્ડ ઓપનિંગને હજી થોડા કલાકો બાકી છે એટલે કે શો શરૂ થવા માટે ફક્ત થોડા કલાકો બાકી છે. તે જ સમયે, શોના ટેલિકાસ્ટ પહેલા, શોના કેટલાક વીડિયો વાયરલ થવા લાગ્યા છે.
આ વાયરલ વીડિયોમાં આપણે રશ્મિ દેસાઇ, દેવોલિના ભટ્ટાચાર્યજી અને સિદ્ધાર્થ શુક્લાનું જબરદસ્ત પર્ફોમન્સ જોઇ શકીએ છીએ. આ બંને વીડિયોમાં સ્પર્ધકોની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે.
Devoleena, Siddharth, Paras and Rashmi ! #BiggBoss13 #BB13
— The Khabri (@TheKhbri) September 28, 2019
આ સાથે ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’ ફેમ એક્ટ્રેસ દેવોલિના અને નાના સ્ક્રીનના એક્ટર સિદ્ધાર્થ શુક્લા પણ જોવા મળશે. વીડિયો જોઈને એમ કહી શકાય કે આ બધા કલાકારો બિગ બોસમાં ભવ્ય એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.