સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે જો વિશ્વ ઈરાનને રોકવા માટે એક ન થયું તો ઓઈલના ભાવ અકલ્પનીય રૂપથી વધશે. સલમાને કહ્યું કે સમગ્ર વિશ્વએ ઈરાન પરની કાર્યવાહીમાં સામેલ થવું પડશે, નહિતર તમામના હિતોને નુકસાન થશે. ઈરાનના કારણે ક્રુડના સપ્લાઈને અસર થશે અને ક્રુડના ભાવ એટલા વધી જશે કે જેને આપણે જીવનમાં ક્યારેય જોયા નહિ હોય.
અમેરિકાની ચેનલ CBSને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન કહ્યું કે સાઉદી અરબના ક્રુડના પ્લાન્ટ્સ પર હુમલો કરીને ઈરાને યુદ્ધની શરૂઆત કરી હતી. આમ છતા પણ ઈરાનની સાથે સાઉદી અરબ વિવાદ કરીને યુદ્ધ કરવા માંગતું નથી પરંતુ રાજકીય સમાધાન ઈચ્છે, કારણ કે યુદ્ધથી સમગ્ર વિશ્વની ઈકોનોમિ પર ખરાબ અસર પડશે. સલમાને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની સાથે મળીને નવી પરમાણુ સંધિ વિશે વાત કરવી જોઈએ. જેથી કરીને ઈરાનના પ્રભાવને મધ્યપૂર્વમાં સિમિત કરી શકાય.