શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે. સાથે જ વિચારેલા બધા જ કામ પૂરા કરવાની પ્રેરણા મળે છે.
માતા બ્રાહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. જેના ફલસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બની. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધુ પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવ દે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.
દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે. એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું. યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે.
બ્રહ્મચારિણી માતાના નામનો અર્થ બ્રહ્મનો અર્થ- તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી દેવી. માતાના હાથોમાં અક્ષ માળા અને કમંડળ હોય છે. માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પ્રાપ્ત થાય છે.
दुसरे दिन माता के इस स्वरूप की करे पूजा
दुसरे दिन माता ब्रह्मचारिणी की करे पूजा
માતા બ્રમચારિણીની પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મિઠાઈઓનો ભાગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. બીજો દિવસે માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે ‘ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।’ બીજમંત્રનો જાપ કરવો જોઈએ અને બ્રહ્મચારિણીનો નીચે આપેલ વૈદિક મંત્રનો જાપ 108 વાર કરવો.
या देवी सर्वभेतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
दधाना कर मद्माभ्याम अक्षमाला कमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।।