ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી 11 વર્ષીય રિદ્ધિમા પાંડે અત્યારે ચર્ચામાં છે. યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ સમિટ (UNCS)માં સ્વીડનની પર્યાવરણ ગ્રેટા થનબર્ગની સાથે રિદ્ધિમા અન્ય યુવાન કાર્યકર્તાઓએ જર્મની, ફ્રાંસ, બ્રાઝીલ, આર્જેન્ટિના અને તુર્કી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના જણાવ્યા અનુસાર, આ દેશો બાળકોના અધિકારીઓ સાથે જોડાયેલ યુએન સંધિ હેઠળ જવાબદારી નથી નિભાવી રહ્યા. હવે રિદ્ધિમાને ભારતની ગ્રેટા કહેવામાં આવે છે, જેને નાની ઉંમરમાં પર્યાવરણ જેવા ગંભીર મુદ્દાને યુએન સુધી લઈ ગઈ છે. આવો જાણીએ ક્લાઈમેટ ચેન્જ વિશે રિદ્ધિમા શું કહે છે.
યુએનમાં રિદ્ધિમાએ જે ગુસ્સો ઠાલવ્યો છે તેનું મૂળ વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલી આફત છે. ભયાનક પૂરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી તેના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. વર્ષ 2017માં રિદ્ધિમાએ અભિભાવકોની મદદથી કેન્દ્ર પર જળવાયુ પરિવર્તન અને સંકટને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતાં NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)માં અરજી દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત પ્રતિકૂળ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે ભારત સૌથી કમજોર દેશ છે.
રિદ્ધિમાના જણાવ્યા અનુસાર, ન્યૂ યોર્કમાં ઘણા લોકોએ તેણે કહ્યું હતું કે તું અત્યારે નાની છો, પણ રિદ્ધિમાએ જવાબ આપતાં કહ્યું કે અન્ય દેશોનાં બાળકો પણ આવું કરી રહ્યાં છે. રિદ્ધિમાના જણાવ્યા પ્રમાણે, સરકારનું કહેવું છે તેમને ગંગાને સ્વચ્છ કરી છે, પણ તે હકીકત નથી.
આપણે ગંગાને મા કહીએ છીએ, અને બાદમાં તેમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ. ગંગા કિનારે મૂર્તિઓ, કપડાં અને પ્લાસ્ટિકની થેલીઓ મળે છે. રિદ્ધિમાના જણાવ્યા પ્રમાણે, અમે આ મુદ્દાને વિશ્વ સ્તરે લઈ જઈશું. મને લાગે છે કે, વિશ્વ નેતા અમને અવગણી શકશે નહીં. મને નથી લાગતું કે આપણી સરકારે પેરિસ સમજૂતિની જવાબદારીઓને પૂરી કરી હોય. મને બહુ ગુસ્સો આવે છે, તેમણે માત્ર વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. કેમ કે, જો આપણી પાસે ભવિષ્ય જ નહીં હોય તો એવા વિકાસનો શો અર્થ સરવાનો છે?