મુંબઈ : બોલિવૂડ નિર્માતા નિર્દેશક સંજય કપૂર અને મહેપ કપૂરની પુત્રી, શનાયા કપૂર, તેમના ફોટાઓના કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અનન્યા પાંડે અને સુહાના ખાનની નાનપણની મિત્ર શનાયા કપૂરનો પહેલો ડાન્સ વીડિયો સામે આવ્યો છે.
તાજેતરમાં જ શનાયા કપૂરની માતાએ તેનો પ્રથમ ફોટોશૂટ શેર કર્યો છે. જેની ઉગ્ર ચર્ચા થઈ હતી. આ ફોટોશૂટ પછીથી જ શનાયા કપૂરના બધા ચાહકો આતુરતાથી તેમના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઇ રહ્યા છે. તે જ સમયે, તેનો પ્રથમ ડાન્સ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. આ વીડિયોમાં શનાયા જબરદસ્ત બેલી ડાન્સ કરતી જોવા મળે છે.