Sawan 2025 Bhandara: શ્રાવણમાં ભંડારાનું આયોજન કરવાના શું ફાયદા છે?

Roshani Thakkar
2 Min Read

Sawan 2025 Bhandara: શ્રાવણ માસમાં ભંડારાથી મળે છે અનંત પુણ્ય

Sawan 2025 Bhandara: ભંડારાનું આયોજન ધાર્મિક દૃષ્ટિકોણથી એક પુણ્ય કાર્ય છે. આનાથી બીજાઓને ખોરાક મળે છે અને આપણને આધ્યાત્મિક સંતોષ મળે છે. શ્રાવણ મહિનામાં ભંડારાનું આયોજન કરવાથી ભગવાન શિવ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે.

શ્રાવણમા ભંડારો કરાવવાથી થતા લાભ

સામર્થ્ય મુજબ ભંડારો કરાવવાથી અથવા અન્નદાન કરવામાંથી તમને ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક લાભ મળે છે. સાથે જ આ પવિત્ર કાર્યથી ભગવાન શિવજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ભંડારો કરાવવું શાસ્ત્રોમાં પુણ્યનું કાર્ય ગણાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભંડારો કરાવવું અનેક ગુણાંક પુણ્યકારક હોય છે. આ પવિત્ર સમયગાળામાં ભંડારો કરાવવાથી દાન અને સેવા ભાવ જાગે છે અને આત્માને શાંતિ મળે છે.Sawan 2025 Bhandara

શ્રાવણના દિવસે પૂજા-પાઠ બાદ ભંડારાનું આયોજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને જીવનમાં તમામ કાર્યોમાં સફળતા મળે છે. ભંડારો એ એવો કાર્ય છે, જેના કારણે તમારું ધન-ધાન્ય ક્યારેય ઘટતું નથી.

પૌરાણિક કથા અનુસાર, વિદર્ભના રાજા શ્વેત પરલોક ગયા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી, પરંતુ ખાવા માટે કંઈ નહોતું મળતું. તેમણે બ્રહ્મદેવને પૂછ્યું કે મને ખોરાક કેમ નથી મળતો? બ્રહ્મદેવએ કહ્યું કે તમે જીવનમાં ક્યારેય અન્નદાન કર્યું નથી.

આ પછી રાજા શ્વેતના સપનામાં તેમના વંશજોને અન્નદાન કરવા કહ્યું હતું. માન્યતા છે કે આથી ભંડારાનો પ્રારંભ થયૉ. તેથી દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતાનુસાર અન્નદાન કે ભંડારો કરાવવું જોઈએ.

Sawan 2025 Bhandara

ભંડારા જેવા કર્મોથી મન સ્થિર થાય છે અને ભક્તિભાવ પ્રગટ થાય છે. શાસ્ત્રો કહે છે કે ભંડારો કરાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ આશીર્વાદ આપે છે.

ભંડારામાં બધા જાતિ, ધર્મ અને વર્ગના લોકો સમાન ભોજન કરે છે, જે સમાજમાં સમાનતા, એકતા અને સમરસતાનું સંદેશ આપે છે.

Share This Article