મુંબઈ આવી રહેલા પુણેના ઝવેરીની દુકાનમાંથી ૨૭ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાય ગયો હતો. આ કેસ ઉકેલવા પોલીસની પાંચ ટીમ બનાવવામાં આવી છે. પોલીસની જુદી જુદી ટીમ રાજ્યમાં વિવિધ સ્થળે આરોપીની શોધખોળ કરી રહી છે. પુણે સ્થિત તળેગાવ દાભાડે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંઘવી જ્વેલર્સ દુકાન છે.
દુકાનની ઉપર જ ઝવેરી તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ગઈકાલે સવારે મુંબઈ આવવા ઘરની બહાર ગયા હતા. ત્યારે દુકાનનું શટર અંદરથી બંધ કરવાનું રહી ગયું હતું. ત્યારે અજાણ્યો ચોર દુકાનમાં ઘૂસી ગયો હતો. તે ૧૫ મિનિટમાં દુકાનમાંથી ૨૭ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ૧૦ હજાર રૂપિયા ચોરી પલાયન થઈ ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાય ગઈ હતી. આ બનાવની જાણ થયા બાદ પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.