નવી દિલ્હી: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અમેરિકન કંપની ફોર્ડ મોટર્સે વાહન ઉત્પાદન માટે કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત બંને કંપનીઓ 1925 કરોડના ખર્ચે સંયુક્ત વેન્ચર બનાવશે. આ વેન્ચર ભારતમાં અમેરિકન કંપનીના ઉત્પાદનોનો વિકાસ કરશે અને તેનું માર્કેટિંગ અને વિતરણ પણ કરશે. આ માટે બંને કંપનીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
મહિન્દ્રા પાસે 51 ટકા હિસ્સો રહેશે
સંયુક્ત સાહસ હેઠળ મહિન્દ્રાનો રૂ. 657 કરોડ સાથે 51 ટકા હિસ્સો હશે. બાકીનો હિસ્સો ફોર્ડની માલિકીનો રહેશે. આ સંયુક્ત સાહસ ફોર્ડ અને મહિન્દ્રાના વાહનોને વિશ્વના ટોચના બજારમાં લઈ જશે. કરાર મુજબ, ફોર્ડના ભારતીય વ્યવસાયને જેવીમાં સ્થાનાંતરિત કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ચેન્નાઈ અને સાણંદમાં કંપનીના એસેમ્બલી પ્લાન્ટ છે
ફોર્ડે આ માટે કર્યા કરાર
તમને જણાવી દઈએ કે ફોર્ડની કારનું વેચાણ ભારતીય બજારમાં ઘટી રહ્યું છે. વેચાણના ઘટાડા પછી, એવી ચર્ચા પણ થઈ હતી કે ફોર્ડ ભારતમાં તેના વ્યવસાયને મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ હવે કંપનીએ વ્યવસાયને સંપૂર્ણ પેક કરવાને બદલે સંયુક્ત વેન્ચર હેઠળ વ્યવસાય કરવાનું નક્કી કર્યું છે.