મુંબઈ : નોરા ફતેહીની ડાન્સ કરવાની શૈલી એકદમ અનોખી છે અને તેના ડાન્સના લાખો ચાહકો છે. તાજેતરમાં, નોરાનું નવું ગીત ‘પેપેટા’ (Pepeta) રિલીઝ થયું છે, અને નોરાનું બાર્બી ગર્લ સ્ટાઇલ સોન્ગ રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર, નોરાનું આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. લોકોને આ ગીતનો પણ ખૂબ શોખ છે, એટલું જ નહીં, આ ગીતનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો છે કે ઘણા લોકો આ ગીતના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરે છે અને સોશ્યલ મીડિયા પર તેમના ડાન્સનો વીડિયો અપલોડ કરે છે.
8 લાખથી વધુ વ્યૂઝ
આજકાલ આવો જ એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને PRONEETA SWWGARY નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં એક યુવતીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ અપલોડ થયેલા આ વિડિઓને અત્યાર સુધીમાં 8,48,480 વખત જોવામાં આવ્યો છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી છે.