મુંબઈ : સારા અલી ખાનનો એક ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ધમાકેદાર ડાન્સ કરી રહી છે. દર્શકોની સાથે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ સારા અલી ખાનના ડાન્સને ખુબ ચીયર કર્યો હતો. સારા અલી ખાનનો આ વીડિયો આઈફા એવોર્ડ્સ 2019 નો છે. કલર્સ દ્વારા તેના ડાન્સ વીડિયોની એક ટૂંકી ક્લિપ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. લોકોને આ ડાન્સ વીડિયોખુબ પસંદ આવી રહ્યો છે.
Sara zamana hoga inka deewana after this dhamakedaar performance! Watch the beautiful #SaraAliKhan, perform at #IIFA20, coming soon on #Colors. #IIFAhomecoming pic.twitter.com/65vz9xjbdV
— COLORS (@ColorsTV) October 4, 2019
સારા અલી ખાન ફિલ્મ્સની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તાજેતરમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ના ગીત’ સ્વીટહાર્ટ ‘પર ડાન્સ પરફોર્મન્સ આપી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો.