વિંગ કમાન્ડર અભિનંદર વર્તમાનની 51મી સ્કવોર્ડન અને મિરાજ 2000ની 9 સ્ક્વોર્ડન તેમજ ફ્લાઇટ કંટ્રોલર મિન્ટી અગ્રવાલની 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે ના દિવસે સન્માન પત્ર આપશે. ત્રણેય યુનિટોને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈસ એ મોહંમદની આતંકવાદી છાવણી પર હુમલો કરવા માટે તેમજ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લકાડુ વિમાનને તોડી પાડવા માટે આપવામાં આવશે. 73માં સ્વતંત્રતા દિવસે સરકારે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનાર વાયુ સેનાના સૈનિકો માટે વિરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને વીરચક્રથી સન્માનવામાં આવ્યા હતા. તેમણે એર સ્ટ્રાઇકના બીજા દિવસે પાકિસ્તાની લડાકુ વિમાનોના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે પાકિસ્તાનનું એફ 16 વિમાન પણ તોડી પાડ્યું હતું. યુદ્ધમાં શોર્ય દર્શાવનારાઓ માટે પહેલા નંબરે પરમવીર ચક્ર આપવામાં આવે છે. બીજા નંબરનું સન્માન મહાવીર ચક્ર છે અને ત્યાર પછી ત્રીજા નંબરનું સન્માન વિરતા પુરસ્કાર છે.
કાશ્મીરમાં જ્યારે પાકિસ્તાની વિમાનોએ ઘૂસણખોરી કરી હતી ત્યારે ફાઇટર કંટ્રોલરની જવાબદારી સંભાળનારી સ્કવોર્ડન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા મેડલથી સન્માનવામાં આવ્યાં હતાં. આ વખતે વીરતા પુરસ્કરા મેળવનાર મિન્ટી એકલાં જ મહિલા હતાં. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇકમાં આતંકવાદી છાવણી ધ્વસ્ત કરવામાં સામેલ મિરાજ 2000ના પાયલોટોને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું. પુલવામામાં આતંકવાદી હુમલામાં 40 જવાનો શહિદ થયા પછી ભારતે પાકિસ્તાન સામે આક્રમકતા અપનાવી હતી.