સમગ્ર વિશ્વની પંચાયત ગણાતુ યુનાઈએડ નેશન્સ પણ પૈસાની તંગી સામે ઝઝુમી રહ્યુ છે. યુએનના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર પાસે 23 કરોડ ડોલર કેશ ખૂટી રહી છે અને ઓક્ટોબરના અંત સુધીમાં યુએન પાસે એક પણ ડોલર બચ્યો નહી હોય.
ગુતારેસે યુએનમાં કામ કરનારા કર્મચારીઓનેલ ખેલા પત્રમાં કહ્યુ છે કે, કર્મચારીઓનો પગાર કરવા માટે તેમજ બીજા ભથ્થા આપવા માટે વધારાના પગલા ભરવામાં આવશે. તેમનુ કહેવુ છે કે, યુએનના સભ્ય દેશોએ 2019 માટે જરૂરી બજેટના માત્ર 70 ટકા રકમ જ ચુકવી છે.જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં યુએનને 23 કરોડ ડોલર ઓછા પડ્યા છે. આ મહિનાના અંત સુધીમાં યુએન પાસે કેશ ખતમ થઈ જાય તેવુ જોખમ છે.
ગુતારેસે યુએનનો ખર્ચ ઘટાડવા માટે સંમેલનો, બેઠકોના આયોજન અને બીજી સેવાઓ પર કાપ મુકવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે જરૂરી કામકાજ માટે જ પ્રવાસ કરવા અને ઈલેક્ટ્રિસિટી બીલ ઘટાડવાના ઉપાયો કરવા માટે પણ કર્મચારીઓને અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રની નાણાકીય સ્થિતિ માટે તેના સભ્ય દેશો જ જવાબદાર છે તેવુ ગુતારેસનુ માનવુ છે. તેમના કહેવા મુજબ સભ્ય દેશો દ્વારા જે નાણાકીય યોગદાન અપાય છે તેમાં વધારો કરવા માટે અપીલ કરાઈ હતી પણ તમામ દેશોએ આ માટેના પાડી દીધી હતી. આમ આ સ્થિતિ માટે યુએનના સભ્ય દેશો જવાબદાર છે. 2018-19માં યુએનનુ બજેટ 5.4 અબજ ડોલર હતુ. જેમાં 22 ટકા યોગદાનુ અમેરિકાનુ હતુ.