નવરાત્રિ દરમિયાન રોમિયોને ઝડપી પાડવા માટે મહિલા પોલીસ સાદા ડ્રેસમાં ફરજ બજાવી રહી હતી ત્યારે કર્ણવતી ક્બલ પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતુ જ્યાં સાદા ડ્રેસમાં મહિલા પોલીસની છેડતી કરવા જતાં બે રોમિયોને ઝડપી પાડયા હતા ઉપરાંત પાલડી એનઆઇડી તથા દધિચી અને આંબેડકર બ્રિજ નીચે મહિલા સાથે અશ્લિલ હરકતો કરતા ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા અને તેઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સાદા ડ્રેસમાં કરી રહી હતી પેટ્રોલિંગ
નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઇને મહિલા પોલીસ સાદા ડ્રેસમાં શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી જ્યાં એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસેથી પસાર થતી મહિલાઓનો બે શખ્સો પીછો કરીને હેરાન કરીને છેડતી કરતા હતા આ બનાવની જાણ થતાં મહિલા પોલીસ અધિકારી પોલીસ કાફલા સાથે આવી પહોચી હતી અને પોલીસે ગાડી અંધારામાં ઉભી રાખી હતી અને મહિલા પોલીસ સાદા ડ્રેસમાં કર્ણાવતી ક્લબ નજીક ગોઠવાઇ ગઇ હતી જ્યા આ યુવકો તેમની સામે બિભત્સ હરકતો કરીને છેડતી કરવાનો પ્રયાસ કરતાની સાથે પોલીસે ઝડપી પાડયા હતા.
અન્ય વિસ્તારોમાંથી પણ રોમિયો ઝડપાયા
પોલીસે ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા ફેઝાન અને સોહેલ નામના શખ્સની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે, ઉપરાંત પાલડી એઆઇડી પાસે રિવરફ્રન્ટ ખુલ્લા મેદાનમાંથી અશ્લીલ ચેનચાળા કરતા સૈજપુર વિસ્તારના પ્રવીણ રાઠોડની ધરપકડ કરી હતી. તેમજ આંબેડકર બ્રિજ અને દધિચીબ્રિજ નીચેથી પણ મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા બેશ્ખ્સોેને ઝડપી પાડયા હતા.