આમ તો યુવતીઓની ડિમાંડ્સ અગણિત હોય છે. પરંતુ તેઓ લગ્ન પહેલા પણ પોતાના પાટર્નર પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. તેઓ પોતાના ભાવિ પતિ સાથે કેટલીક વસ્તુઓ માણવા ઈચ્છે છે. આ વસ્તુઓ એવી છે જે ક્યારેક તેઓ બોલી પણ ન શકે. પરંતુ તેમની ઈચ્છા તો હોય જ છે કે તે પોતાના પાર્ટનર સાથે આ કામ કરે.
લગ્નના એક દિવસ પહેલા ડેટ
દરેક યુવતી પોતાના લગ્નની એક રાત પહેલા ભાવિ પતિ સાથે થોડો સમય પસાર કરવા ઈચ્છતી હોય છે. આ ઈચ્છાને પૂરી કરવા ગ્રૂમએ ડેટ પ્લાન કરવું જોઈએ.
એક સરખા આઉટફિટ
પોતાના ભાવિ પતિ અને પોતાના આઉટફિટ દરેક ફંકશન માટે સરખા હોય તેવી ઈચ્છા પણ યુવતીઓને હોય છે. એકસરખા ડ્રેસ દુલ્હન અને ગ્રૂમને પ્રફુલ્લિત પણ રાખે છે.
જાન હોય દમદાર
દુલ્હનની ઈચ્છા હોય જ છે કે તેને લેવા આવેલા દુલ્હાની બારાત એટલે કે જાન વાજતે ગાજતે આવે. જાનમાં એવી ધામધૂમ હોય કે લોકો પણ જોતાં રહી જાય.
કંઈક હટકે
ભાવિ પતિ પોતાની દરેક વાત શેર કરે અને પોતાના લગ્નમાં નવીનતા લાવવા કંઈ કરે તે પણ દુલ્હન ઈચ્છે છે. દુલ્હન માટે ડાંસ પરફોર્મેન્સ, ગીત ગાવા જેવી વાત તેને ઈંપ્રેસ કરી દે છે.
દુલ્હન માટે સરપ્રાઈઝ
દુલ્હન માટે લગ્નમાં કોઈ એવી વસ્તુ કરવામાં આવે કે તે તેને સરપ્રાઈઝ કરી દે.