વેસુ નંદની કોમ્પ્લેક્ષના ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલા બનાવ અંગે સોસાયટી પ્રમુખનું ધ્યાન જતાં તેમણે પરિવારને જાણ કરી હતી. માનસિક બીમારના મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સવારે પોણા પાંચ વાગ્યે જાણ થઈ: ભરાડીયા શિવ નારાયણ બાલ કિશન ઉ.વ. 49 રહે H-402, નંદની-3 વેસુમાં રહેતા હતાં. શિવ નારાયણ માનસિક બીમાર હોવાથી તેમની દવા ચાલતી હતી.નવરાત્રિના તમામ દિવસોમાં કોમ્પ્લેક્ષમાં રમાતા ગરબા જોવા પણ જતા હતા.ગઈકાલે ગરબા જોઈને આવ્યા બાદ રાત્રે 12 વાગ્યા બાદ ઘરમાં સુતાં હતાં.મધરાત્રે અચાનક ગેલેરી માંથી પડી ગયા હોવાની જાણ 4:45 વાગે વહેલી સવારે સોસાયટીના પ્રમુખે નાના ભાઈ સર્વેશ્વરને કરી હતી.સર્વેશ્વર કાપડ માર્કેટમાં નોકરી કરે છે.પત્ની અને બે સંતાન, તેમજ માતા અને માનસિક બીમાર એવા કુંવારા ભાઈ ના ગુજરાન ચલાવે છે.પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી મૃત્યુ નું સાચું કારણ જાણવા નો પ્રયાસ કર્યો હતો.